यूनिट १ सुभाशितानी "अजेय स: भविष्यति "
सिंहादेकं बकादेकं षट् शुनः त्रीणि गर्दभात् । वायसात्पञ्च शिक्षेच्च चत्वारि कुक्कुटादपि ॥ (1) માણસે સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, કૂતરા પાસેથી છ, ગધેડા પાસેથી ત્રણ, કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુણો શીખવા જોઈએ.
प्रभूतमल्पकार्य वा यो नरः कर्तुमिच्छति ।सर्वारम्भेन तत्कुर्यात् सिंहादेकं प्रकीर्तितम् 2
(2) જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે કાર્ય સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયો છે.
। सर्वेन्द्रियाणि संयम्य बकवत् पतितो जनः कालदेशोपपन्नानि सर्वकार्याणि साधयेत् ॥ 3 (3) બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ.
प्राप्ताशी स्वल्पसंतुष्टः सुनिद्रः शीघ्रचेतनः प्रभुभक्तश्च शूरश्च ज्ञातव्याः श्वगुणा हि षट् ॥4
(4) મળેલું ખાનાર, થોડામાં સંતોષ પામનાર, સારી રીતે ઊંઘનાર, તરત જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર - કુતરાના આ છ ગુણો જાણવા જોઈએ.
ससन्तोषस्तथा नित्यं त्रीणि शिक्षेत गर्दभात् ॥ 5 ॥
(5) થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા કરવી નહીં અને હંમેશા સંતોષી રહેવું. ગધેડા પાસેથી આ ત્રણ ગુણો શીખવા જોઈએ.
गूढ गार्हस्थ्यचातुर्ये काले चालयसंग्रहम् । अप्रमादमनालस्यं पञ्च शिक्षेत वायसात् ॥ 6 ॥
(6) ગૂઢ ગૃહસ્થજીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બનાવી લેવો, પ્રમાદ- બેદરકારી નો અભાવ અને આળસ ન હોવી- કાગડા પાસેથી આ પાંચ લક્ષણો શીખવા.
युद्धं च प्रातरुत्थानं भोजनं सह बन्धुभिः । स्त्रियमापद्ङ्गतां रक्षेत् चतुः शिक्षेत कुक्कुटात् ॥7॥
(7) લડાઈ કરવી, સવારે વહેલા ઉઠવું, પોતાના જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને આફતમાં મુકાયેલી સ્ત્રીઓને બચાવવી- કુકડા પાસેથી આ ચાર લક્ષણો શીખવા.
य एतान् विंशतिगुणान् आचरिष्यति मानवः । कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति ॥ 8 ॥
(8) જે મનુષ્ય આ વીસ ગુણોને બધાજ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મુકશે તે અજેય થશે.